Wednesday, 17 October 2018

ગઝલ

🙏કોશિશ કરું છું
ભૂલ થઈ હોય તો બતાવશોજી
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાગાલગા

તૂટતાં દિલ એકલામા, એક સરખું રડતું હશે,
ચેન ખોયું, પ્યાર મા, તે ક્યાંય પાછું મળતું હશે??

ઊંઘ ના આવે અમોને, રાત માં, જો કદિ આમતો,
આંખ માં, કોઈ કણું થૈ, કેમ? શાને? કળતુ હશે.....

રાખતાં બેઠી મળાશે, સામસામે આશા ઘણી,
દિલ લઈ ને આંખ ફેરે, કેમ? શાને? છળતુ હશે....

કાળજી લીધી નહિં, મારી કદી એ છાનું નથી,
ઘાવ દિલના, કેમ સાંધુ, રક્ત જે નીંગળતું હશે....

કેમ લોકો આમ લુંટે? દિલ જ ચોરી જાયે સદા,
એ, ખુદા, તૂં તો મને કે, એમને શું મળતું હશે....

અંજના ગાંધી (મૌનું)
મુંબઈ.    17-10-2018

No comments:

Post a Comment