🌳🌳લાશ તરતી હશે🌳🌳
ડૉ.સત્યમબારોટ
એ જ મારા કાજ તો રડતી હસે,
એ જ મારા કાજ તો હસતી હશે.
મોત સામે એ જ તો લડતી હશે,
શ્વાસ થઇ ને એ જ તો શ્વસતી હશે.
ખાસ માળા નામની જપતી હશે,.
યાદ આખો દન મને કરતી હશે.
ચાંદ જેવી રોજ એ વધતી હશે,
તિથિ બનીને ખાસ એ ઘટતી હશે.
શી ખબર મારા વગર એ એકલી,.
જાતમાં ને જાતમાં ગળતી હશે.
અંત વેળા આવશે એ દેખવા,.
લાશ મારી એટલે તરતી હશે.
ડૉ.સત્યમબારોટ
ગાલગાગા ગાલગાગા ગાલગા
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
No comments:
Post a Comment