સંદિગ્ધ કેવું થઈ ગયું વાતાવરણ,
ચારેતરફ નિસ્પંદ પ્હાડો ને ઝરણ !
રાખો નહીં કોઈ અપેક્ષા તો થશે,
ભીતર પડેલી ચીજનું પણ સંસ્મરણ !
સઘળું જગત છે ભાવનિર્મિત કો' ભવન,
વસવું સહજ લાગે કબૂલો અવતરણ !
અદૃશ્ય પણ નિશ્ચિત હોવું જોઈએ,
સ્વીકાર્ય જો છે કાળ; કારણ ને કરણ !
ખાલીપણું લાગ્યાં કરે ત્યારે સમજ--
અવરુદ્ધ તારું પણ થયું છે આચરણ !
11:34 -----ગુણવંત ઉપાધ્યાય
28102018
No comments:
Post a Comment