Sunday, 28 October 2018

ગઝલ

શબ્દ  ધારોધાર   કમ  સે  કમ મને દેજે ગઝલ
અર્થ આરોપાર   કમ  સે  કમ મને દેજે ગઝલ

હું  મને  ભીંસ્યા  કરું  મારી જ મુઠ્ઠીમાં સતત
એટલો  પડકાર  કમ  સે  કમ મને દેજે ગઝલ

એ  મને  શોધ્યા  કરે, શોધ્યા  કરે, શોધ્યા  કરે
વ્યાપ,એ વિસ્તાર,કમ સે કમ મને દેજે ગઝલ

નોખા, અનોખા  રૂપ-રંગે  તું  મને  જન્માવજે
આગવો અવતાર કમ સે કમ મને દેજે ગઝલ

આંખમાં  ખેંગાર,  રોમે  રોમ  રાણક   ઊમટે
ગોદમાં  ગિરનાર  કમ સે કમ મને દેજે ગઝલ

.. સુરેન્દ્ર કડિયા

No comments:

Post a Comment