આ જ રાગમાં મારું એક જુનું ગીત !
#ગામડું
ઝાલર વાગીને જાગ્યું ગામડું રે લોલ,
વ્હાલાની આરતીઓ થાય રે...
ઝાલર વાગીને જાગ્યું ગામડું રે લોલ.
સરખી સાહેલીઓ નીસરી રે લોલ,
ગોરમાને પુજવાને જાય રે...
ઝાલર વાગીને જાગ્યું ગામડું રે લોલ.
નાના નાના ગોવાળિયા નીકળ્યા રે લોલ,
ગૌધન તો ઘાસ ચરી ખાય રે...
ઝાલર વાગીને જાગ્યું ગામડું રે લોલ
ગામડાંનું ખાણુ ખૂબ ભાવતું રે લોલ,
શેઢકડાં દૂધ પીવાય રે...
ઝાલર વાગીને જાગ્યું ગામડું રે લોલ.
જગતનો તાત ખેતર હાલિયો રે લોલ,
બાવડાના બળ ત્યાં મપાય રે...
ઝાલર વાગીને જાગ્યું ગામડું રે લોલ.
ગામમાં નિશાળ એક નાનકી રે લોલ,
જ્ઞાનના ગીતો ત્યાં ગવાય રે...
ઝાલર વાગીને જાગ્યું ગામડું રે લોલ.
નિશાળે જવું રોજ ગમતું રે લોલ,
નવું નવું રોજ ત્યાં શીખાય રે...
ઝાલર વાગીને જાગ્યું ગામડું રે લોલ.
આ બધું તો આજે નથી ગામમાં રે લોલ,
ગામડું તો શહેર થતું જાય રે...
ઝાલર વાગીને જાગ્યું ગામડું રે લોલ!
મણિલાલ જે. વણકર
No comments:
Post a Comment