Monday, 18 March 2019

૪ ગઝલ

૧ ગરાસ દિલનો

જ્યાં ખજાનો દિલતણો લૂંટાય છે ;
એટલે  મન  એકલું  મૂંઝાય   છે.

થાપ ખાઈ ગ્યો સમય જેવો સમય ,
દુશ્મનો જ્યાં   પ્રેમથી  જીતાય છે.

ઝાંઝવાનું સરનામું બસ શોધજો  ,
એમ ક્યાં કસ્તુરી મૃગ  પકડાય છે?

ધૂળ જામે જો ભીતરના દર્પણે
સત્ય દ્રશ્યો પણ ત્યાં ઝાંખા થાય છે.

એકઠા તો સૌ "દિલીપ" અહીં થાય છે ,
એક થાવામાં  કહો શું જાય છે?

૨  ગઝલ

દિલમાં હોળી મુખે દિવાળી છે,
જાત કેવી આ જુઓ મેં બાળી છે.

રાતને તારા રૂપે અજવાળી છે,
કામરૂપે કામના   પંપાળી  છે.

મુજ નજર ચૂકવી આ પાંપણ ઢાળી છે,
તુજ રક્ષા કાજે ટોળાથી ટાળી છે.

શીખવો ના તાપ બેસી છાયડે,
ઉષ્ણ રેતી સંગ સાંજો ગાળી છે

'ફુલ મારા ચૂંટજો" બોલી હતી,
ડાળ મારા માટે તે નિરાળી છે.

૩ ઉડવાનું  બંધ કર..

આ તરફ તું ઉડવાનું બંધ કર ,
ઝાડને તું   કાપવાનું  બંધ કર .

સંભવામી નું વચન કેવળ છે છળ ,
તું પ્રભુને ધારવાનું બંધ કર .

બુદ્ધ ગાંધી ને મહાવીર  બ્રહ્મ છે ,
સત્યને ઉપેક્ષવાનું બંધ કર .

રૂપ તારું કેફીને પાછું અમૂલ્ય ,
મૂલ્ય તારું આંકવાનું બંધ કર.

હસ્ત રેખા હૃદય મેળાપ વિહીન છે ,
પ્રણય મંડપ બાંધવાનું બંધ કર .

મોજથી તું જીવી લે  આ જિંદગી ,
મોત ને તું માંગવાનું બંધ કર.

  ૪ ટહુકાય છે..

એક પંખી ડાળ પર ટહુકાય છે ,
તે પછી સૂરજ નભે ડોકાય છે.

હૈયું જ્યારે પણ વલોપાતાય છે ,
તે પછી સારી ગઝલ સર્જાય છે .

આ ચહેરો ઝાંખો પાંખો થાય છે ,
આયના ને નીરખી તરડાય છે .

માળવે મન હોય તો પહોંચાય છે ,
જોતજોતામાં જ લક્ષ વિંધાય છે .

*દિલીપ વી ઘાસવાળા*

No comments:

Post a Comment