કેસૂડાંનો હલ્લો
વસંતમાં ફાગણ આવે છે ને ફાગણમાં હોળી,
રોળી નાંખે ચોળી ચોળી ઘેરૈયાની ટોળી.
વાગ્યા ઉપર વાગે પણ ના કોઈ કરે સિસકારો,
સૌ સૌની છાતીને મળિયો મનગમતો મુંઝારો,
નટખટ પર સઘળુ ન્યોછાવર કરતી ભામન ભોળી,
વસંતમાં ફાગણ આવે છે. ..
ચોમેર સઘળું લથબથ એમાં કેમ રહેવું કોરું?
કેમ કહેવું સણકે છે જ્યાં વાગ્યું હોય કથોરું,
વેણ વિનાની વાતનો રસ પીવે ઘોળી ઘોળી.
વસંતમાં ફાગણ આવે છે....
અંદરના ઉમળકા સામે કેસૂડાંનો હલ્લો,
લૂંટો મારો બાપ્પો! દિલનો ખુલ્લો મૂક્યો દલ્લો,
અનંગ બાણ શાં કોકિલરવને ઝીલે છાતી પહોળી,
વસંતમાં ફાગણ આવે છે. ...
જગન્નાથ રાજગુરુ મહુવા
No comments:
Post a Comment