Thursday, 21 March 2019

ગીત

રંગ પર્વ મુબારક..
કહ્યું હતું ફક્ત રંગથી રમજો ઑણ સાલ ,
તમે તો છાંટયું પિચકારીથી વ્હાલ .

ઉરમાં ઉમટી પડ્યું રંગીન પુર ,
અંગ અંગ ઝંકૃત થઈ નાચે નૂપુર .

રંગ ભીનું જોબન ભીંજાયું , થઈ જવાયું ન્યાલ ,
તમે તો છાંટયું પિચકારીથી વ્હાલ .

છાંટો રંગો , એને અંગેઅંગ આજ ગોરી ,
કરો ભીની એને એવી , આજ ના જાય એ કોરી .

ગાલ સાથે ગાલ ઘસીને ઉડાડો ગુલાલ ,
તમે તો પિચકારીથી છાંટયું વ્હાલ.

દિલીપ વી ઘાસવાળા

No comments:

Post a Comment