Thursday, 21 March 2019

ગીત

*ગીત - કેસૂડાનું ઝાડ...*

મને ગમતું એક કેસૂડાનું ઝાડ,
ફુલસભર  ઝાડને ટહુકાના લાડ.

છંટાય ચોતરફ મદમાતો કેસરી રંગ,
ભ્રમર કોયલના કુંજનથી ગુંજતો ઉમંગ..

ભીનેરી લીલાશનો લીલોછમ્મ ઉઘાડ,
મને ગમતું એક કેસૂડાનું ઝાડ.

વને વને પથરાય છે આ વસંત,
કળી કળી ખીલી ઊઠી થઈ જીવંત.

મનગમતાં ગીતનો જાણે કોઈ ઉપાડ,
મને ગમતું એક કેસૂડાનું ઝાડ.

*દિલીપ વી ઘાસવાળા*

No comments:

Post a Comment