શબ્દ છે,સંવાદ છે,પણ તું નથી;
રોજ તારી યાદ છે,પણ તું નથી.
રાહ તારી જોઇને થાક્યા નયન;
આંગણે વરસાદ છે,પણ તું નથી.
સ્પર્શ તારો થઇ જતા જીવંત થઇ;
ભીંતની ફરિયાદ છે, પણ તું નથી.
હસ્તરેખા પર બધો આધાર છે;
ભાગ્યમાં વિવાદ છે,પણ તું નથી.
બારણાં ખોલી અને રસ્તા ઉપર;
દિલ કરે આ સાદ છે,પણ તું નથી.
હું ગઝલ લખતો રહું મૃત્યુ સુધી;
રોજ મળતી દાદ છે,પણ તું નથી.
-જિજ્ઞેશ વાળા
No comments:
Post a Comment