તને એક વાત કઉ...
મને તારો રંગ લાગ્યો છે.
ક્યારથી ખબર છે........
જ્યારથી તારો સંગ લાગ્યો છે.
તારા રંગમા કયા કયા રંગ છે
ગણાવુ.........
તારા ગુલાબી ગાલ નો ગુલાબી રંગ
હજી ગાલે લાગ્યો છે.
એમા વળી
તારા નાજૂક નમણા હોઠ નો લાલ રંગ
તારી આંખોનો નીલો રંગ મારી આંખમા
ઉભરાઈ રહ્યો છે.
તારા લહેરાતા,પવન સાથે વાત કરતા,
વારંવાર કાન પરથી સરકીને ગાલ
પર આવી જતી....
કે જેને હું વારંવાર
મારી આંગળીના ટેરવા વડે પાછો કાન પાછળ
મુકી આવુ એ નટખટ લટનો કાળો રંગ...
જેમ ઝરણા ઉપર સુરજ નો પ્રકાશ પડતાની
સાથે જ જેમ ઝરણુ સોનેરી થઇ જાય એવી
તારી હાથ પરની રૂવાટી.....
અને જેમ કુદરત પણ પોતાની પાસે રહેલા રંગનું
મેઘધનુષ બનાવી લોકોને જોવા આતુર કરે ...
એવુ જ મેઘધનુષ મારા રોમે રોમ મા
ઉતરી આવે છે.
માત્ર તારા એક સ્પર્શ થી....
એટલે કહું છું કે મને તારો રંગ લાગ્યો છે.
- આશિષ જયેશભાઇ ગજજર ( આશિર્વાદઉર્મિપુત્ર)
- નિધીશ
No comments:
Post a Comment