Thursday, 21 March 2019

ગઝલ

રંગનું છોગું

પડી છે રાત ત્યારે જઈ મળ્યું છે રંગનું છોગું
સમયસર તો બહુ જૂજ ને જડ્યું છે  રંગનું છોગું

ઉપરવાસેથી તૂટ્યા છે લૂના દરવાજા સાતેસાત
બધું ડૂબી ગયું ત્યારે તર્યું છે  રંગનું છોગું

તમે કા વ્યર્થ ખેંચો છો નર્યા ફૂલછોડ સામેના
તમારી આંખમાં ખુંપી ગયું છે  રંગનું છોગું

સહુને ગમતા રંગોના દઈ સોગંધ પૂછવાનું
કદી લોહીમાં તોફાને ચડ્યું છે  રંગનું છોગું 

સમયને કહો નહિ ફિક્કો પડે ચહેરાનો એકે રંગ
ત્વચાના સાતમાં ઘરમાં પડ્યું છે રંગનું છોગું

                 સ્નેહી પરમાર

No comments:

Post a Comment