*૮. રંગીલી લાગણીનું ગીત*
તારા સુંવાળા ગાલોનો સ્પર્શ હજુ મારા હાથોમાં અકબંધ છે સખી,
મારા હૈયામાં ખીલેલી લાગણીનો એતો એક રંગીલો સ્કંધ છે સખી.
ચાહતના રંગોથી રંગી'તી તને પછી રંગ્યા'તા ગુલાલથી તારા બે ગાલને,
રંગોના તહેવારનું બહાનું કરીને આપણે લણી લીધો તો લાગણીના ફાલને.
તારાં સુંદર સંસ્મરણોની ભીતરમાં ફેલાતી તાજી આ ગંધ છે સખી.
તારા સુંવાળા ગાલોનો સ્પર્શ હજુ મારા હાથોમાં અકબંધ છે સખી
તારી સાથે ખેલી'તી એ છેલ્લી ધૂળેટીનું રંગીલું દૃશ્ય મને આવે છે યાદ,
મારી અંદરથી ઉછળતી આ ઊર્મિઓ બોલાવે છે આજ તને પાડે છે સાદ.
શ્વાસોમાં ધબકારા કરતો લય, મારા લોહીમાં વહેતો તું છંદ છે સખી.
તારા સુંવાળા ગાલોનો સ્પર્શ હજુ મારા હાથોમાં અકબંધ છે સખી.
*— પ્રદીપ સમૌચા*
No comments:
Post a Comment