* નિહાલ થયો છે *
" ગાલ એનો આજ જરા લાલ થયો છે,
એથી જ તડકો જાણે ગુલાલ થયો છે..
જરા અમથો લુછ્યો જ્યાં એના ગાલને,
રૂમાલ આખો આ જાણે વ્હાલ થયો છે..
નીતરી ગઈ આંખડીઓ એની શરમથી,
પેલો કેસૂડો હવે ખુદ પાયમાલ થયો છે..
ખળભળી ગઈ શેરી આગમનથી એના,
ઝાંઝર પર એના હવે સવાલ થયો છે..
રંગબેરંગી નજરો જોઈ લીધી એની ત્યાં,
'જનાબ' હવે ભીંજાઈને નિહાલ થયો છે.."
- વિક્રમ સોલંકી 'જનાબ'
No comments:
Post a Comment