Sunday, 24 March 2019

ગઝલ

*_ગઝલ_*

પ્રેમ સૌને આપવાનું બંધ કર
ને મને,તું ચાહવાનું બંધ કર"

હું હવે તારો નથી,એવુ સમજ
લાગણી વર્ષાવવાનું બંધ કર"

ફક્ત દિલ તો મેં તને આપ્યું હતું
દિલ હવે,તું બાળવાનું બંધ કર"

હું તને ચાહું,તને પૂછ્યા વગર
તું જગતને બોલવાનું બંધ કર"

પ્રેમ છે,તો વાત કર જે હોય એ!
તું મને તડપાવવાનું બંધ કર"

*_હર્ષ . " સાથી "_*

No comments:

Post a Comment