Sunday, 24 March 2019

ગઝલ

‘આવું છું’ કહી નીકળે, ન આવવા,
એમને શાને હવે સમજાવવાં?

સાવ કોરી આંખથી પણ વાત થાય !
આંસુને શું કામ વચ્ચે લાવવાં?

આજથી, અત્યારથી આઝાદ છું,
કોઇના ધ્વજ ક્યાં સુધી ફરકાવવા?

એમણે વરસાદ માગ્યો છે હવે,
જાઉં છું હું વાદળો બંધાવવા.

હું કદી આખી રમત રમતો નથી,
આવું છું બસ બાજીને પલટાવવા.
– કિરણસિંહ ચૌહાણ

No comments:

Post a Comment