Sunday, 24 March 2019

ગઝલ

જાતને સંતાડવાનું બંધ કર
આયનાઓ ઢાંકવાનું બંધ કર

સૌ સમસ્યા એમ  કૈં થોડી ટળે!
આંખ મીંચી જીવવાનું બંધ કર

એક ઘટનાને હ્રદયમાં સાચવી
જાતને રંઝાડવાનું બંધ કર

સત્યને સ્વીકારવું અઘરું થશે
તું દિલાસા આપવાનું બંધ કર

દોડતી ધરતી ઉપર દોડ્યા કરી
સાવ અમથું થાકવાનું બંધ કર

કિરણ 'રોશન'

No comments:

Post a Comment