કૂવો, નદી તળાવ અને ગામ આવ્યાં,
હોઠે તરસનાં કૈંક નવા નામ આવ્યાં.
આ બારણા હજુ પણ મને સ્તબ્ધ તાકે,
ખંઢેર સ્વપ્ન આને કેવા કામ આવ્યાં.
મારી ઉદાસ આંખનાં સરવરને પીવા,
હોઠે પ્રથમ તો સાકી પછી જામ આવ્યાં.
થીજી ગયા છે ટેરવે સ્પર્શોના સરવરને,
હૈયે તરસ રિબાયેલ બે ઠામ આવ્યાં.
મે બોર ચાહતોનાં કર્યા સ્હેજ એંઠા,
ત્યાં ઝૂંપડીએ જો પ્રભુ શ્રી રામ આવ્યાં.
પ્રગટયાં દરસ બ્હાવરી આંખે સુદામો,
ત્યાં પોટલીમાં તાંદુલ લૈ શ્યામ આવ્યાં.
સ્પર્શી મે જ્યારે વૃધ્ધ મા ની લાકડી ત્યાં,
દોડી ચરણમાં ચારેય આ ધામ આવ્યાં
થૈ વાત જ્યાં હજી ઈશને વહેંચવાની,
સૌથી પ્રથમ મહંતને ઈમામ આવ્યાં.
શૈલેષ પંડ્યા નિશેષ
No comments:
Post a Comment