Friday, 14 July 2017

હઝલ

બોસ પીછો ની છોડે ટો મેં હું કરું? 
કૂટરો થઈને દોડે ટો મેં હું કરું? 

ટુ કહે જલ્ડી આવી જજે ને, ડિયર!
બોસ છોડે જ મોડે ટો મેં હું કરું?
 
ચાંડ-ટારા તો ટોડી ટરટ લાવટે 
પણ ટુ જો માંગે બપ્પોરે ટો મેં હું કરું? 

ટારે ડિનર જવું, (ને) ડોસ્ટારો બધા
ટ્યારે (જ) બોટલ જો ફોડે ટો મેં હું કરું?
 
બેડરૂમમાં ટીવી જોઈ ઢપી જાઉં છું 
ટુ બીઝી રે’ય રસોડે ટો મેં હુ કરું

બૈરી હાઠે મેં કચકચ ની કરટો મલે 
લાગે ખીલી હથોડે ટો મેં હું કરું?  
 
ભઈ, ખબર છે કે હારો નઠી લાગટો,
પણ ચડાયવો આ ઘોડે ટો મેં હું કરું?

રઈશ મનીયાર

No comments:

Post a Comment