ગુર્જરીધરા પર વ્યાપકને અનરાધાર વરસતો..
મારા જ પંથકમાં વ્હાલા; તું કેમ નથી વરસતો..
જગતનો તાત હજી પણ તારા માટે તરસતો..
છતાં મુજ ધરતીપુત્ર પર મેઘો નથી વરસતો..
નિત્ય વાદળોની સંતાકકૂકડી અને વાયરાની,
વચમાં ઓશિયાળો બનીને નભ ભણી તાકતો..
નયનના નીર સુકાયા; છાના ડુસકા સંભળાયા,
રક્તની બની બાષ્પને; હાડમાંસ વિનાનો લાગતો..
નથી ઝંખના મને કે તું ભરી દે પૂરો સમદરિયો,
પણ તું તો વાવણિયાની લાજેય નથી ફરકતો..
બેવડા બિયારણ ધર્યા છે માં ધરણીની ગોદમાં,
કેમ કુંપળો ફુટવાનું વરદાન પણ નથી આપતો?
ઝરમર કે ફરફરથી ‘ગુલાબ’ નહિ થાય તુપ્ત; તું,
સાંબેલાધારે ભીંજવવા કેમ મેહુલીયા નથી આવતો?
અશોકસિંહ રાઠોડ
❛ગુલાબ❜૨-૭-૧૭
No comments:
Post a Comment