Friday, 14 July 2017

અછાંદસ

( અછાંદસ )
એ સળગતો સવાલ છે, કે, શ્વાસ ચાલે છે
તમને કંઇ ખ્યાલ છે !,
કે, શ્વાસ ચાલે છે
લે, હાલ એ બેહાલ છે , ને શ્વાસ ચાલે છે
એની, ધડકનો માલામાલ છે
ને શ્વાસ ચાલે છે
વિચાર ચીંથરેહાલ છે , ને શ્વાસ ચાલે છે
કંઈ નૈ મળે, કંકાલ છે
હે ! , શ્વાસ, ચાલે છે?
એ હાથ માં રુમાલ છે, પણ, શ્વાસ ચાલે છે
કહો, વકીલ શું ખ્યાલ છે?, હજુ શ્વાસ ચાલે છે
બસ, હવે એ આજ કાલ છે , શ્વાસ ચાલે છે
ભઈ, માનવ કરતાં કમાલ છે,શ્વાસચાલે છે!
આપ,પાસ એની ઢાલ છે, જે શ્વાસ ચાલે છે ?
લ્યો,આપણો
ઇ દીનદયાળ છે
ને શ્વાસ ચાલે છે
કેટલાં ટકાની ચાલ છે ? ને શ્વાસ ચાલે છે
એનાં નામ ની જ હિલચાલ છે
ને શ્વાસ ચાલે છે
બાકી, એક જ સવાલ છે કે , શ્વાસ ચાલે છે ?
તમને એનો ખ્યાલ છે?, કે, શ્વાસ ચાલે છે
                                                 ઝલક

No comments:

Post a Comment