Friday, 14 July 2017

ગઝલ

મોડો આવે ખોટો આવે
મન માં તારો ફોટો આવે

કાચો પાકો કચરો સળગે
ધૂમાડાનો ગોટો આવે

તારી યાદો એવી આવે
એમાં બે નો જોટો આવે

આવું જાણો છો બોલો લ્યો?
કામે કાજે મોટો આવે

વેચું જો મારા દિલ ને તો
ભાગે તારા કોટો આવે

સતીષ નાકરાણી સાવર કુંડલા
(અભિનવ સાહિત્ય સભા)ે

No comments:

Post a Comment