Thursday, 21 March 2019

ગઝલ

આ  બધા  ઠંડા  કલેજે  ત્રાસ  આપે  છે  મને,
શ્વાસ સઘળા લઇ અને ઉચ્છવાસ આપે છે મને.

રામ  કે  લક્ષ્મણ  નથી  હું,  પાંડવો  પૈકી  નથી,
કોણ  જાણે  કેમ  એ  વનવાસ  આપે  છે  મને.

સિંહ  છું  હું , એ  બધાને  છે  ખબર  ને તે છતાં
રોજ  સાંજે   ને   સવારે  ઘાસ  આપે  છે  મને.

મુકદમો  ચાલી  ગયો,   નિર્દોષ છૂટ્યો પણ હવે,
જિંદગી   દરરોજ  કારાવાસ   આપે   છે  મને.

'પુષ્પ '  જેને  રાત  દિન  પીવડાવ્યું છે એ જ તો
દૂરથી  પ્યાલા  બતાવી  પ્યાસ  આપે  છે    મને.

                         ---- પબુ ગઢવી 'પુષ્પ '

No comments:

Post a Comment