તમે પણ ઓળખો છો, ખુદા પણ ઓળખે છે.
મને આખા નગરના દીવા પણ ઓળખે છે.
તમારી આંખમાં કંઈ યુગોથી સાચવેલી,
અધૂરા શ્વાસ જેવી દુઆ પણ ઓળખે છે.
બધા શબ્દો ભળે છે જે જગ્યાએ જઈને,
મને નિ:શબ્દ એવી જગા પણ ઓળખે છે.
ચડાવી ચાકડે હું ઘડું છું ઘાટ નોખા,
ને ઘડનારો ય સઘળી કળા પણ ઓળખે છે
બધાં આ ઝાડવાંને તમે પૂછી શકો છો,
ઠરેલી છાય સાથે છટા પણ ઓળખે છે
સવારી મેં કરી જ્યાં મનોરથના એ રથ પર,
પછી આખ્ખા જગતની હવા પણ ઓળખે છે.
અનાદીકાળથી હું સતત દોડી રહ્યો છું,
'અદિશ' સંધ્યા અને આ ઉષા પણ ઓળખે છે.
*અદિશ*
No comments:
Post a Comment