ભલે એમ માનો સતત મ્હેલમા છો તમે,
હકીકત જુઓ તો રહો જેલમાં છો તમે.
થયા બંધ જો આજ એના, તમારા ય થાશે,
રહે યાદ, શ્વાસોના આ ખેલમાં છો તમે પણ.
હતું,માનવી એક વેચાય છે આ જગતમાં,
જઈ મંદિરે જોયુ તો સેલમાં છે તમે પણ.
છે આદત મને ઠોકરોની ને સૌના હસ્યાની,
થયું એટલે દુ:ખ કે ગેલમાં છો તમે પણ.
જગતમાં ય એથી જ માતમ છે એ બેડલાનું,
સખી, વારિની સાથ એ હેલમાં છો તમે પણ.
ડો. હિતેશ પટેલ ‘હિત’
No comments:
Post a Comment