Thursday, 2 April 2020

ગઝલ

== ગઝલમ્ શરણં ગચ્છામિ ==
સવારે આંગણ સવાલ પૂછે તો ઓરડો પરહરી બતાવો,
નથી એ સંભવ કે એને જૂની ભીંતો બધી ખોતરી બતાવો.

જો એની પાસે અપેક્ષા રાખો તો ખાલીખમ ઠીકરી બતાવો,
નકર પછી તો તમામ ઈચ્છાઓ જાતે પૂરી કરી બતાવો.

હૃદયની સાથે એ ચોરી ગઈ છે જીવનની આશા, બધાંય સપનાં,
અગર તવારીખમાં આથી મોટી થઈ હો તો તસ્કરી બતાવો.

જગતને નાના ગમ્યાં નથી ને એ મોટા સામે ઝૂકી પડે છે.
જગતમાં ક્યાંયે પૂજાતી હો તો એકાદ પણ કાંકરી બતાવો.

પૂછે છે દુનિયા મને કે કેવા છે તારા સંસ્કાર ખોરડાના,
જરા એ લોકોને ઘરમાં રમતી અમારી આ દીકરી બતાવો.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment