ગમે તે રીતે ગોઠવાઈ જવાનું,
નજીવી જગામાં સમાઈ જવાનું.
ભલે હોય લાખો પળોજણ, ડરો નહિ
સમય સાથ સઘળું ભુલાઈ જવાનું.
હો આકાર અણઘડ બની પણ શકે છે,
ચડી એરણી પર ટિપાઈ જવાનું.
કદી છેતરે બીજુ કોઈ ફિકર નહિ,
ના ખુદથી કદી ભોળવાઈ જવાનું.
મુસીબતમાં સૌ સાથ નહિ આપશું તો,
પ્રજાતંત્ર સૌ ખોરવાઈ જવાનું.
✍️ઈશ્વર ચૌધરી 'ઉડાન'
No comments:
Post a Comment