Thursday, 2 April 2020

ગઝલ

,                 *એક સંવેદના.*
કોરોના જાણે હવે,સંવેદનાનો અહેસાસ છે.
   નથી રહી ભ્રમણા,હકીકત હવે સમજાય છે.

રોજ કોરોનાના નામે,વિશ્વમાં સ્મશાન ઉભરાય છે.
જિંદગી અંધારામાં ડૂબતાં,ખુદનોઅર્થ સમજાય છે.

   શું સમજુ,કોને સમજાવું એ જ સમજાતું નથી.
      આપ મેળે ઘટના બધી સમજાતી જાય છે.

સાથ આપો પ્રસાશનને, એમાં સૌની ભલાઈ છે.
અનુસરો એ નિયમોને,ત્યાં કોરોનાની વિદાઈ છે.

    સમય રેતી બની હાથથી સરકી જાય છે.
   કોરોના કેરી અસરે જિંદગી,થભી જાય છે.

    હાથના કર્યા હૈયે વાગ્યાં..
    અધર્મી બની,માનવ અંધારે અથડાય છે.

      ભૂલ્યા સૌ અસ્મિતા આ દેશની,
      શ્લોક,સ્ત્રોત,ચોપાઈ યાદ છે??

ઐશ્વર્ય સમો ભારત દેશ,નમન વૈદિક પરંપરાને,
સૌનું મંગલ કર પ્રભુ,દિવ્યતા તણું તત્વ છે તારું.

ગીતામાં તમે કહ્યું પ્રભુ..यदा यदा ही धर्मस्य...
   હવે તું આવી જા,વચન તારું યાદ છે...

      *^^^ રમેશ પટેલ.(રામજીયાણી .)*
                   *અમદાવાદ.*

No comments:

Post a Comment