Wednesday, 8 April 2020

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

સન્નાટો પહેરીને..

સન્નાટો પહેરીને ઊભા શ્વાસે શેરી, ચોક,નગર,લોક ભીતરથી ભર્યા.
ચૈતરના ચમકીલા તડકે હાંંફી લ્હેરે ભરચક ઘરમાં ખરખર રેતી ખર્યા.

લીમડો ખાલી,વડલો ખાલી ને સીમ સડકો ખાલી તડકે પર્ણો ઊડતાં.
આભ ભરી એકલતા વચ્ચે એકલ દોકલ અધ્ધર શ્વાસે ચરણો ફરતાં.
આંખે રંગીન સપના ઊગી આથમી ઊગી આથમી લથબથ થઈને તર્યા.
સન્નાટો પહેરીને ઊભા......

અમથી ઓઢી જાત ફરતી તરતી વાત અફવા વચ્ચે તાળો સાંધે.
ગજ ગજ હાંફી છાતી મધ્યે નાજુક નમણાં શમણાં માળો બાંધે.
કાયાના કટકા આશા લઈ વેરાતા ટહુકા અધવચ્ચે જઈ જરા ન ઠર્યા.
સન્નાટો પહેરીને ઊભા.....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment