કંઈ એવી રીતે જોયું તારી સામે,
જેમ ખુલ્લી તાકે વાખેલી બારી સામે.
બસ એ જ લાલચથી જોયું મારી સામે,
સૂરતવાળો કોઈ જૂએ ઘારી સામે.
ને ખુદ્દારી જીતી ગૈ લાચારી સામે,
ભૂખે દમ તોડ્યો નાસ્તાની લારી સામે.
કોઈ ના પ્હોંચે એને એનું પેટ પહોંચે,
એથી ઊભો રાખ્યો’તો ગાંધારી સામે.
ખોટું આળ બિચારા પર છે આમ જુઓ તો,
કેદ હતો રાવણ ખુદ એ સન્નારી સામે.
ખાલી હાથે આગળ ગયો એક દુકાનેથી,
ને કંગાળ થઈ ગ્યો શેઠ ભિખારી સામે.
ડો. હિતેશ પટેલ ‘હિત’
No comments:
Post a Comment