Friday, 12 January 2018

ગઝલ

આંખો મીચી ચાલે માણસ ,
લુંટી લઇ ભાગે માણસ .

નાગ થઈ ફરતો કાયમ ,
પીડા વીંછીની જાણે માણસ .

કરે પ્રયાસ માથાભારે બનવા ,
ખાડો ખોદી દાટે માણસ .

વિના વસ્ત્રે કરે કાયા ખુલ્લી,
ખાંપણે ઓછી સળગે માણસ .

પૂણી રૂની કયાં છે આજે ? ,
તો'ય ચરખો કાંતે માણસ .

ગાંધી નામે ચરતો નેતા ,
ખાદી પહેરી ફાટે માણસ .

આજે અકિંચન છોને લાગે ,
અંતે તો છે 'જીત' એ માણસ .

" જીત "

ગઝલ

તરહી ગઝલ -કવિ શ્રી ભાવિન ગોપાણી

તમારા ઈશારા છે વગદાર કેવા?
હ્રદયના ઉછાળા છે દમદાર કેવા?
અમે પાઘ બાધી તુરન્ગે ચડેલા,
સજેલા તમે સોળ શણગાર કેવા?
હતી એક રાણી,હતો એક રાજા:
ભજવતા હતા રોજ અવતાર કેવા?
અધીરા બનીને ઊભા શ્વાસ દ્વારે,
હશે આગમનના સમાચાર કેવા?
અમે જાણતા ઝેર પીધા જગતના,
હવે મોતના હોય ભણકાર કેવા?
તમારા ભરોસે અમે ગામ છોડ્યુ,
બનીને રહ્યા આજ લાચાર કેવા?
હજી દાવમા ક્યાંય આવ્યા નથી પણ:
જગતના હશે સાવ પડકાર કેવા?
'ચંદ્ર' ઠાકોર (દાતા)

ગીત

ગીત

તું    કહે   તો   ગાલે ,  હું   તારું  નામ  ત્રોફાવું ,
        તું  ચહે  તો   આંગણિયે  તોરણિયા  બંધાવું .
સમજણના  સગપણીયા  તારા  ને   મારા,
        મોર  ચીતર્યા  પાનેતરમાં  એટલે   રૂપાળા.
તું  વહે તો  મારા  દિલમાં , સરવર  વધાવું 
        તું   ચહે  તો  આંગણિયે  તોરણિયા  બંધાવું .

યમુના  ઊછળે   આજ   સવારથી  થઈ  ઘેલી,
      કયાં  પીછું   મેલે    છે   વરસાદની  આ  હેલી  ?
તું   સહે  તો કમોસમિયા  પાણીમાં  સાથે  ભીંજાવું ,
        તું   ચહે   તો  આંગણિયે તોરણિયા   બંધાવું .

મોર  બોલતો ,કેકારવ કરતો ,મારા  મનને  હરતો,
         ગઢના કાંગરે  મેનાનો  મીઠો સાદ સળવળતો.
તું     ભરે   તો    પાણિયારે   પિત્તળની   હેલ  મૂકાવું.
         તું    ચહે     તો  આંગણિયે  તોરણિયા   બંધાવું 

ઊંચી   મેડીએ   ઢોલિયામાં  સ્પર્શ  આકુળ વ્યાકુળ,
         મને  ભીંજવે  તારી  યાદો, તને  ભીંજવે ઝાકળ
તું   ઝરે    તો      આંખોમાંથી     આંસુ   પૂર   વહાવું .
          તું    ચહે  તો  આંગણિયે    તોરણિયા  બંધાવું.

નિજ    દેરીમાં     માધવ  પધરાવ્યા  મેં  બંસીવાળા ,
        નથી  ભરવા દેવા હવે એને  વ્રજમાંથી  ઉચાળા .
તું   બજે  તો   મારે  સૂકા વાંસની  બંસી  થઈ વીંધાવું.
         તું     ચહે   તો  આંગણિયે    તોરણિયા  બંધાવું .
                                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

ગીત

સાલ્લુ નવોઢાનું હૈયું - ગીત

સાજ સજેલા ખોરડા વચ્ચે ધબક્યું સાલ્લુ હૈયું,
ફૂલપથારી પર બેસીને હલક્યું સાલ્લુ હૈયું.

બંધ બારણે નજરને ટાંગી
            સાંકળ થઈને ખમકે,
ધીમાધીમા પગરવ ભાળી
              પાંપણ હેઠળ ચમકે,
ભોગળરવમાં ઘૂંઘટ આડે મલક્યું સાલ્લુ હૈયું.
સાજ સજેલા ખોરડા વચ્ચે ધબક્યું સાલ્લુ હૈયું.

શરમશેરડા ગાલે ટહુકી
         પાનીલગ જઈ ઊતર્યા,
મણમણ તાળાં જીભે લાગ્યા
               વેણ એકે ન ઊચર્યા,
ભીનાઊના ધસમસ શ્વાસે થડક્યું સાલ્લુ હૈયું.
સાજ સજેલા ખોરડા વચ્ચે ધબક્યું સાલ્લુ હૈયું.
- મુકેશ દવે

ગઝલ

ડૉ. સત્યમ બારોટ
્્્્્ ્્્્્ ્્્્્

ઊન્ધા માથે પડતો તું ,.
ખોટી વાટે ચડતો   તું.

સારું જોવું ગમતું  ના ,.
ઈર્ષા માંહી બળતો  તું.

જાતો સૌની વાઢીને. ,.
જાતે નીચો પડતો તું .

ગાંડી ગાંડી વાતોમાં. ,.
વાતે વાતે  લડતો. તું .

દેવા લઇ જલસા કરતો ,.
વ્યાજો ખોટા ભરતો તું .

પાઈ માટે. પાટણ    જઇ,.
ખાળે ડૂચા કરતો   તું.

ખોટા કામો  કરતો. ને,.
ઇશ્વર સાથે.  વઢતો તું.

વેરી   સૌને     માનીને ,.
જાતે  જાતે   મરતો  તું.

થોથા  બે શું વાચ્યા તે,.
નિયમોમાં.   ભસતો  તું.

જાતો દેખી  રડતો   તું ,.
જાતો દેખી  હસતો. તું.
ડૉ  . સત્યમ.   બારોટ

ગીત

વનની વ્યથા(ગીત)

હું વન જેવું વન તોય કેવું હળાહળ પાંખું !!!
સ્વારથની કુહાડી રોજરોજ ઉકળતા હૈયામાં સાંખુ.

દોમદોમ સાહ્યબીને મારા રખોપિયાએ
.............................વેચી દીધાનું હું ભાખું,
ધુમ્રવતી ચીમનીઓ જાય મને ગળતી 
........................ છે એવું દેખાય ઝાંખુઝાંખુ,
દાવાનળ ભીતરમાં સળગતો જાય એવા બળબળતા નિસાસા નાખું.
હું વન જેવું વન તોય કેવું હળાહળ પાંખું !!!!!!!!!!

ઝરણાંના ખળખળમાં પેસી ગ્યું શ્હેર: 
.......................ને ઝાડીમાં મયખાનું આખું,
પૂંજાભર પિકનિકમાં ખદબદતાં અંગને
............................. કેમ કરી અળગું રાખું ? 
કલબલની ચૂંદડી ઉડતીક જાય એમાં ઘોંઘાટે પાડ્યું છે બાખું, 
હું વન જેવું વન તોય કેવું હળાહળ પાંખું!!!!! 
--મુકેશ દવે

ગીત

કાન.... !
હૈયામાં કોતરાયેલું કામણગારુ નામ એટલે *"કૃષ્ણ"*
કાન કહું કે કાનજી,  ક્રિષ્ના કહું કે શ્યામ......આ માધવના છે કંઈ કેટલાય  નામ.
ક્યાં ક્યાં કંડારાયેલ છે કાન્હાની યાદો.....કૂંજગલીઓમાં....વાંસલડીના રેલાતા નાદમાં... યમુનાના ખળખળ વહેતા પ્રવાહમાં....કદમની ઝૂલતી ડાળમા.... ગોંદરે ભાંભરતી  ગાવલડીમાં.... ગોપ-ગોપીઓના ગીતોમાં..... ને હા પેલી... ઘેલી રાધાના  રુદીયામાં.....
મખમલી મોરપીંછના રંગોમાં  મ્હોરી ઊઠતું ને
મધુવનના મોરલાઓને ટહૂકે ગુંજતું મધમીઠું નામ એટલે શ્યામ........એથી જ તો કવિઓના ગીતોમાં મનમૂકીને ગવાતું રહે છે આ ગિરિધરનું નામ.......

તો માણીએ કૃષ્ણ વિના પણ કૃષ્ણમય કરી દે એવું આ ગીત.............

*બંસીના બોલ મને સાંભરે.... (ગીત)*

તારી યાદોમાં બેઠી છું ભૂલી સાન-ભાન રે
કાન..! તારી બંસીના બોલ મને સાંભરે!

સૂની પડી છે વૃંદાવન ગલીઓ ને,
           સૂનું  આ ગોકુળીયું  ગામ ;
પૂછે છે પાન - પાન કુંજગલી કેરા,
           ક્યાં રે ખોવાયા ઘનશ્યામ.

યમુનાને તીર ઊભા ધેનુંના ધણ તને ભાંભરે,
કાન !  તારી  બંસીના  બોલ  મને  સાંભરે!

સૂતેલી ગોપીયું શયનભુવનમાં,
      એને  નીંદરડી નેણલે ના આવતી;
શ્યામ.. તારા સોણલાં બહુ રે સતાવે,
      ને  રાતલડી  યાદ  ભરી  લાવતી.

રમવાને રાસ  ઘેલી રાધા  કરે તને  સાદ રે
કાન !  તારી  બંસીના બોલ મને સાંભરે!

મખમલી મોરપીંછ મેલ્યા મધુવનમાં ને,
     કાન! વીસર્યા છો વેણુના નાદ રે
વાટલડી જોઇ જોઇ થાકી આંખલડી
      ફરી આવી ના ગોકુળની યાદ રે

વિરહને વાયરે  ઝૂરતી  કદંબ  કેરી ડાળ રે
કાન !  તારી  બંસીના બોલ મને  સાંભરે!

   *~મનન_MD*
    (મનુ.વી.ઠાકોર)

*(Pic- નલિન સૂચક)*

ગઝલ

ગાલગાગા -4 આર્વતન
==================
છંદના આવા કરીને લેપડા હું ભાળવાનું  ?
મલિનતાને વાપરીને નૈયડા હું ભાળવાનું  ?

થોબડાની થૈ ગઈ આતૂરતા એ માડવીએ,
ફાંદવાળા દેહને આ કાતરી હું ભાળવાનું ?

નાદ શબ્દોનો કરી સૌ થાય આગળ સર્વજાએ,,
તો પછી હમ મૂછને તે વેતરી હું ભાળવાનું ?

આંખ મારી નાજુકી, નાદાન એ તો બાપડી છે,
એક માણહ માનવીને દૂરનું હું ભાળવાનું ??


માટલું મારું ગઝલનું કાચુ છે ને કાચુ રઇયું,
મંચ નામે "પીયુ"ને કશુયે નથી પણ ભાળવાનું ?

○○○○ પિયુ પાલનપુરી "નરોત્તમ"
લેખન તા. 10 / 01 / 2018 ○○

ગઝલ

લાલ, પીળાં,जांबली રસ્તા ઉપર,
તું મને ક્યાં ક્યાં મળી રસ્તા ઉપર.

લો,જુઓ આસ્ફાલ્ટની વહેતી નદી,
માછલી જલ બીન તરી રસ્તા ઉપર.

જે  સમય  તું  નીકળે  છે શ્હેરમાં,
એ ઘડી રળિયામણી રસ્તા ઉપર.

સાચવી મૂકી હતી મનમાં  જણસ,
એજ  વસ્તુ  सांपडी  રસ્તા  ઉપર.

પી  રહી આખા નગરને  રોશની ,
सांज કેવી ઝળહળી રસ્તા ઉપર.

          ભરત ભટ્ટ

ગઝલ

પતંગ ઉડાડવા માં ભલે મજા રાખજો.
પક્ષી બચાવવા થોડી સાવચેતી રાખજો.

તહેવારનો આનંદ તો જીવશુ તે આવશે,
પંખી કલરવે થોડી  આખ હેઠી રાખજો.

ભાઇ ચાઇનાનો મોજો કે દેશી  લપેટજો,
પંખી હાટુ ધાબેે મલમ  પટ્ટીએ રાખજો.

પંતગ કપાશે તો ભાઇ બીજો ચગાવશુ,
જીવતરની  દોરીએ દોરી  છેટી રાખજો.

ભાઇ વર્ષોનુ  ચણ નાખેલ માથરેે પડશે,
ઠપકાની વાત  મીઠી કડવી  પચાવજો.

*જયદિપસિહડાભી*
14-01-2018