Friday, 12 January 2018

ગઝલ

વાત તો એમની ઠાવકી હોય છે,
જાત પણ લોકની પારકી હોય છે.

માં અને બાપની જે કરે ચાકરી,
છોકરી એમની લાડકી હોય છે.

જે બધાના હૃદયને હરી લે હજી,
એજ મોહક સદા ગાયકી હોય છે.

જ્યાં મળે માન આદર સદા પ્રેમથી,
ત્યાં હજી લોકની ટોળકી હોય છે.

આંગણાની ય શોભા વધી જાય છે,
જેમના પણ ઘરે બાળકી હોય છે.

- ઉમેશ તામસે "ધબકાર"

અછાંદસ

*લાગણી*

લાગણી એટલે ...
એટલે...
તારા નામ સાથે આવતું સ્મિત.
હર્દયની ગતિનું તેજ ધડકવું...
શીત રુધિરનું લાવા બની વહેવું..
એ અહેસાસને વારંવાર જીવવું
એક નામ સાથે પ્રતિક્ષારત રહેવું.
યાદોને હ્રદયસ્થ કરી ..
સૂકા ફૂલોની ફોરમે તરબતર થવું
તારા સ્પર્શૅ બરફ જેમ પીગળવું..
લાગણી ...
વગર વરસાદે ભીજાવું..
તારા નામથી શરુ થયેલ યાત્રાની
તારા નામ સાથે પૂર્ણતા..
હરિપ્રિયા બનવાની ઈચ્છાનું
હરિનામમાં વિલિન થવું ...
લાગણી...આજને?

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૦/૦૧/૧૮

અછાંદસ

માંગ ના તું મેવા મનવા
મળે તો લે સેવા મનવા.
તાગ ના તું નેવા મનવા
વરસાય તો વરસ મનવા.
આવે ના કોઈ તુજ સંગ
તો નીકળજે તું એકલો મનવા.
ખાલી હાથ આવ્યો ભલે
ખાલીપો કોઇનો ભરજે મનવા.
સબંધે દિશતા ઝાંઝવા ઝાઝાં
ઘડો એક રીઝતો થાજે મનવા.
દોડે છે આ ભીડ ખાસ્સી જોને
એકલો તુ મક્કમ થઈ ચાલજે મનવા .
જીંદગી એક ને "નીલ "ચહેરા ઝાઝાં
મોહરા હટાવી એક નાટક ભજવજે મનવા.

રચના:નિલેશ બગથરિયા
              "નીલ "

અછાંદસ

શુભ સવાર... જય ભોલે...

જીવનું શીવ સાથે મિલન...

એક વખત એક આધેડ વયના યુવાન
માનવને વિશ્વ નિયંતા મળી ગયો..

કંઇક પળો બન્ને અનિમેષ નજરે
એકબીજાને બસ જોતાજ રહ્યા..
વિશ્વચાલકે એ માનવની તંદ્રા તોડી,
બસ આમ જોયાજ કરીશ કે
કાંઈક બોલીશ પણ ખરો..!!

શું બોલું..!! તમને જોયા પછી
બોલવાના હોશજ ક્યાં છે..??
થોડીક ઔપચારીક વાતો ચાલી
ને અચાનક જગતાત બોલ્યો....
ખુબ ખુશ છું તારાથી...
ચાલ કાંઇક માગ મારે તને આપવુ જ છે...
માનવ એક સંતોષ કારક સ્મિત સાથે બોલ્યો..
હે વિશ્વંભર....
માતાના ઉદરથી લઇને
અઘોરીના મંદિર સુધીની સફર
તે જ તો સફળતા પૂર્વક કરાવી છે..

બાળક બની આવ્યો તારા ભરોસે,
કેટલાના જીવનમાં હર્ષ ભરાઇ આવ્યો..
મારા કાલાઘેલા શબ્દોમાં
કેટલાય સ્વજનો હરખાતા..
મારા એક એક પગલામાં કેટલાય
પાપા પગલી કરતાં..
આ....હા....હાહાહા....
મારું એ બાળપણ..કેવું અનમોલ..!

ભણતરની સાથે ઘરના વડીલો
થકી જીવનના પાઠ શિખતો..
ઉંચાઇ વધતી ગઇ તેમ તેમ ઉમરની
સાથે સમજણ પણ વધત રહી..
કયારેય ના વિસરાય એવી
મિત્રો સાથેની અનન્ય યાદો..

યુવાનીની તો શું વાત કરું..!!
સોનેરી સુરજ જાણે ઉગ્યો હોય..
એના એક એક કિરણોમા કેવી
આહલાદકતા પ્રગટતી..!!
કેમ કરી તને એ અનુભૂતિ કહું..!!

જીવનના ભવસાગરમાં તરવાની
મજા કેમ કરી વિચારોના વમળમાં વહેવડાઉ..??
શબ્દો નથી મારી પાસે..
જેમ જેમ ઉંડાઇ ખેડતો ગયો તેમ તેમ
એના ઉંડાણને માણતો ગયો..
સંસાર રૂપિ રથના પૈડા અવિરત
દોડતા રહ્યા..
એ રથના મુસાફરો વધ્યાને આનંદની
લહેરો ભવસાગરમાં ભરતી વધારતી રહી...

જીવનના દરેક તબક્કા
મારા અનમોલ છે..

હે કૃષ્ણ... હે યાદવ....
તારી જેમજ મારું બાળપણ વિત્યું..
મારી તરુણાવસ્થા ને યુવાની તે
કરેલાં નિર્દોષ તોફાનોની સોનેરી
પ્રકાશની  કિરણોની જેમજ પસાર થઇ..
પ્રૌઢાવસ્થા તો વળી મારા
અંશમા વધુ મૂલ્યવાન બની..
અને માનાર્હ પદની તો શુ કહું તને..!!
જીવનના બધાજ રંગો જાણે ભેગા કરી કોઇ છાંટતુ હોય..!!

બોલ હવે જગદીશ તારા આ
"જગત"ની કોઇ પળો આનાથી
અનમોલ હોય તો આપ...
સુસ્મિત હળવા એક અવાજમાં
આજ ક્યારેય ના માણેલા આલીંગનમાં
જીવનું શીવ સાથે મિલન થઇ ગયું.....jn

ગઝલ

ટોળાં ભેગા કરવા છે  ,.
યુદ્ધો મોટા લડવા છે .

આડી અવળી જાતોમાં ,.
માણસ નોખા ચણવા છે .

માતા     નામે      ધૂણીને  ,.
મેવા ઘરમાં    ભરવા છે.

નવરા બેસી.      લોકોના,.
ઘરમાં     ભડકા કરવા છે.

બળતાં ભેગું  ઘી     નાખી ,.
ડૂન્ઘા લઇને  ફરવા.    છે.

દુનિયા   આખી    ડૂબાડી ,.
સાતે      સાગર તરવા  છે.

જીવન સૌનાં  વખ કરતાં ,.
તારાં સુખ   સૌ.  કડવાં છે.

ડૉ.સત્યમ. બારોટ

ગઝલ

हमें  छोड़ने का बहाना रहा,
हमीपे उन्हीं का निशाना रहा।

निगाहें मिलाके जुकाली गइ,
अधुरा अधुरा  फसाना  रहा।

हमेंअपनी यादों मेंखींचा किये,
मगर फासला दरमीयाना रहा।

फंसे रह गये हैं कफस की तरहा,
असीरी सा ये तिल मिलाना रहा।

नहीं जा  सके  वो  हमें छोड़कर,
खयालों की दुनिया बसाना रहा।

चलो आज मासूम बसें जा कहीं,
यहां अपना दुश्मन जमाना रहा।

              मासूम मोडासवी

ગીત

સાંવરિયા, કાહે હોત નઠોર ?
ઠાકુર, મૈં ઠુમરી હું તેરી
કજરી હૂં ચિતચોર…
સાંવરિયા, કાહે હોત નઠોર ?

સાવન કી બેચૈન બદરિયાં
બરસત ભોલીભાલી :
ગોકુલ કી મૈં કોરી ગ્વાલિન
ભીતર આંખ ભિગા લી :
કરજવા મોર : કરજવા તોર-
સાંવરિયા, કાહે હોત નઠોર ?

નંદકુંવર, મૈં જમુના ભઈ ના
ભઈ ના મધુરી બંસી :
દહી-મક્ખન કી મિઠાસ લે કર
કહાં છિપે યદુવંશી ?
ઇત ઉત ઢૂંઢત નૈન-ચકોર:
સાંવરિયા, કાહે હોત નઠોર ?

આપ હી દાવ લગા કર બેઠી,
જિયરા ભયા જુઆરી :
લગન અગન મેં લેત હિચકિયાં
ગિરધારી…! ગિરધારી…!
બિલખતી રતિયા : ભટકત ભોર
સાંવરિયા, કાહે હોત નઠોર ?

– વેણીભાઈ પુરોહિત

ગીત

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા.

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી;
જનમભૂખીને જમાડી તું જા.

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે,
ફાવે ત્યાં એને હંકારી તું જા.

- સુંદરમ્

ગીત

અડધી રાતે યાદ આવી ને સવારમાં તું મળી,
ખિલખિલ હસતી ઊભી બારણે જૂઈની એક કળી !

ઝટપટ તૈયાર થૈ અજવાળું
ફળિયે રમવા આવ્યું,
પરોઢના પંખીએ આવી
પિચ્છ રૂડું ફરકાવ્યું !
વરસો જૂની ઇચ્છા જાણે એક ક્ષણમાં ફળી !
અડધી રાતે યાદ આવી ને…

આંખ ફરે ત્યાં ચારે બાજુ
હરિયાળી હરિયાળી,
નજરું સાથે રમવા નીકળી
સીમ એક નખરાળી !
હું તારામાં, તું મારામાં ગ્યાં આપણે ભળી !
અડધી રાતે યાદ આવી ને…

–શ્રી લાલજી કાનપરિયા

ગીત

ગીત / જોગી જસદણવાળા

દેખો એક અપૂરવ ખેલા !
બંધ બારીઓ ખોલી નાખો, ખોલી દ્યો ભીતરના ડેલાં...

ડુંગરિયેથી દડતો આવી સાદ ગેબનો અગમ ટકોરા મારે,
કાચી સમજણ ભેદ ન પામે, બની અવાચક બેઠાં બારે.

સાવ મૂરખના મનમાં ક્યાંથી ઉતરે આવા રેલાં ?
દેખો એક અપૂરવ ખેલા !

ભોગળ ભેદી, આસન વાળી નાદ મને સંબોધે, જનમ પછીથી ગૂમ થયો છે એ જોગીને શોધે.

ભરચક ભીડ વચાળે ભાઈ ! ખુદ કો પાઉં અકેલા...
દેખો એક અપૂરવ ખેલા !

જોવા કે જાણ્યાનો મતલબ વીંટાશે નહીં ધાગે,
આંખ ભલેને રહી વાંઝણી, અંદર ઝણ ઝણ વાગે.

અમે અમારા કાન ફૂંકીએ, અમે અમારા ચેલાં...
દેખો એક અપૂરવ ખેલા !

જોગી જસદણવાળા

Sidha bhai ki wall se