વાગ્યો મને ફોરો, ભૂલી ગઈ ભાન આ વરસાદમાં,
મદમસ્ત ઊઠ્યું અંગમાં તોફાન, આ વરસાદમાં,
સળવળ થયા કઇ કેટલાં શમણાં સુવર્ણી, આંખમાં,
ભીંજાય અનરાધાર, કાચો વાન, આ વરસાદમાં,
ફુલ સંગ મ્હોરી, તીતલી સમ ઊડતી, બાળા અબુધ,
ટહુકો લે કોયલ સંગ, ગાતી ગાન, આ વરસાદમાં,
નિર્દોષ ખડ ખડ હાસ્ય લઇ, જાણે નદી ઝરણું વહે,
લ્યો તે છતાં ,સોળે ન આવી સાન,આ વરસાદમાં,
તરબોળ થૈ, પલળેલ અંગે અંગ એનાં ખીલતા,
અલ્લડ પણા માં રૂપથી, અનજાન, આ વરસાદમાં,
તીખાં નયન,કઇ વીજળી ચમકે, ડરે એથી ભલા ?
નિર્લેપ છે,ઈશ્વર તણું વરદાન,આ વરસાદમાં,
ભીનાશ કેરાં ભારથી, મૂંઝાઈને "તૃષા" હરી,
મૌસમનું એ ટીપું હતું આસાન,આ વરસાદમાં...
'તૃષા' પૂર્ણિમા ભટ્ટ
No comments:
Post a Comment