*કાનમાં-ગઝલ*-મુકેશ દવે
રાય - નિંદા - બોધ ઠલવે કાનમાં.
કોણ નવરંગો ધોધ ઠલવે કાનમાં !
લાગણીનું દીલમાં પૃથક્કરણ,
ને થયેલી શોધ ઠલવે કાનમાં.
મસ્તકે જો ફાટતા જ્વાળામુખીઓ,
ધગધગા થૈ ક્રોધ; ઠલવે કાનમાં.
આંખને બસ કામ છે જોયા કરે,
ચોતરફની નોંધ ઠલવે કાનમાં.
જિંદગીની પીડથી નિર્લેપ ના,
આંસુનો ઓધ ઠલવે કાનમાં
- મુકેશ દવે
No comments:
Post a Comment