Monday, 5 September 2016

ગઝલ

કેમ ફંફોડી રહી છે જાત ને?
હાલ ધક્કો મારીએ આઘાત ને.

અંધકાર વેચવો ભંગાર ભાવે,
ચાલ બોલાવીએ પ્રભાત ને.

વેરવિખેર છે તારા ગયા પછી,
આવે તો હું શણગારૂં રાત ને.

ખાલી આવી જા ભર્યું ભર્યુ લાગે,
પછી કોરાણે મુકી દઉં એ એકાંત ને.

આવીને દિલાસો આપે 'આભાસ',
ખુદા પણ સમજી ગયો ઘાત ને,

-આભાસ

No comments:

Post a Comment