Friday, 16 September 2016

અછાંદસ

રાત્રે  સપનામાં
તું દૂર ઉભી ઉભી  ઇશારા
કરીને બોલાવતી હતી ,
તારા ઇશારાઓ  કોની તરફ  હતા ,
એ  હજુ સુધી  દેખાતા નથી
પણ...
હું નજીક  આવ્યો
એટલે  તે મને  તારા બાહુઓમાં  સમાવી લીધો
હૃદય સરખો ચાંપીને  કેટકેટલા  ચૂંબનો  કરીને ભીંજવી દિધો
આ  હેત ક્યાંથી  વરસી
પડે છે .
તારા સાનિધ્યમાં  હું  કેવો અલાયદો બની ગયો .
તારા  અધરોના  તરપતા બૂદો ની મધઝાળ
હૈયે આગ લગાવીને  અકળાવે છે
તારી છાતીમાં માથું રાખીને 
ભીંતર  પહોંચી ને બધું પામતો
પામતો છેક દૂર સુધી 
ચાલ્યો ગયો  છું
તને...
તારા બાહુપાશ.....
તારા હૃદયની  ઝણઝણ કરતી  ઇચ્છાઓ.......
મને તારી તરફ પાછા વાળે છે ...
હજું સુધી ......
હવે  મને  કયો  અનુભવ થશે ?..........

                       આકાશ

No comments:

Post a Comment