Wednesday, 14 September 2016

અછાંદસ

તમસ ઘેરેલ ઝળહળાટો
ભાવ વિના ના ભક્તો ના દંભી ટોળાઓ
કર્કશ કોલાહલો
બધાં થી
મુક્ત તું .
હા ,ગણેશ
આજે વિસર્જન
જળ ના તળીયે જઈ
અશાંતિ ને ઓગાળીશ તું ને અમે ....
ફરી કોઈ નવા દેવ
નવા શામિયાણા
નવા અંધારા
નવો કોલાહલ ...
આદિમ વ્રુતિઓ નું
વિસર્જન થાય ખરું ?

               દક્ષા સંઘવી

No comments:

Post a Comment