કોઇ સિક્કા, કોઇ લોકો નોટ સંઘરતા રહ્યા,
પણ ઘણા ઓછા મળ્યા જે થૉટ સંઘરતા રહ્યા.
મંદિરો સોને મઢયાં જોઈ ભિખારી બોલતો,
લોટનો પત્તો નથી; કથરોટ સંઘરતા રહ્યા.
'સરહદો સળગી રહી છે' એ સમસ્યા ઠારવા,
માણસો આ કેટલો વિસ્ફોટ સંઘરતા રહ્યા!
એક ચિનગારી બુઝાયા બાદનું ડહાપણ જુઓ ,
કયાં ખબર છે? ધૂમ્ર ગોટેગોટ સંઘરતા રહ્યા !
કોઇએ ગુસ્સો કર્યો ને કોઇ તો કહેતા ફર્યા,
કોઇ એવા નીકળ્યા જે ચોટ સંઘરતા રહ્યા.
- 'શિલ્પી' બુરેઠા (કચ્છ )
તા.31-08-2016.
No comments:
Post a Comment