Sunday, 11 September 2016

ગઝલ

*ગઝલ* *શરમને રાખજે*

આંખમાં થોડી શરમને રાખજે,
પાંપણો ઢાળી પરમને રાખજે.

ઈશ હોવાની હાક તું પાડી તો જો,
ભેદ ગેબી છે, ભરમને રાખજે.

ફળ સફળતા ના જરુર મળશે તને,
ધ્યાનમાં બસ તું કરમને રાખજે.

જીતવું છે આ જગતને પ્રેમથી ?
દુર તારાથી અહમને રાખજે.

સ્મિતના ધાગે અશ્રુને પરોવજો,
મન મોતીના આ મરમને રાખજે.

દિલીપ વી ઘાસવાળા

No comments:

Post a Comment