એક તુંહી તુંહી
તારું આગમન
મોજુદગી મારી
વાદળ ઝરમર વીજ
જિજીવિષા
હયાતિ
હું
તું
તે
તેઓ...આ બધું
દેખાય વણાય તણાય
અર્થની ચોપાટની ફિલસૂફી
અવળા સવળા પડે
દાવ લેવો દાવ દેવો
અંતર અને અનંતની
અડખે પડખે
ઊર્જાનું પડળ
સ્પર્શે મહી સરી જતી
રમ્ય કુસુમ સમ કોમળ ક્ષણ
રેતની કણ
પરપોટા કિનારાને વળગે
વાયુ લઈ સળગે
લલાટની રેખા ન છૂટે
બંધન તડાક કતાંક તૂટે
રેત ચિત્ર મહી
શાયદ....તું અહીં કહી..
પૂર્ણ ચંદ્ર ભરી જળ મહી
અધર ખિલાવટ
ભરતી ઉપર ઉપર તરતી
અંદર રહી ગોટમોટ ઓટ
મારું આગમન સદૈવ
અહિયા પાસે
એક તુંહી તુંહી બોલે
ભીના મહેરામણ તટે.....!
ઉષા જાદવ
No comments:
Post a Comment