Sunday, 11 September 2016

ગઝલ

ગઝલ

ભાગ્ય જાગી  જાય તો શું પૂછવું ;
ઊંઘ  આવી  જાય  તો શું પૂછવું.

હું  હવામાં તીર છોડું  ને  પછી-
વાત ચાલી  જાય તો શું પૂછવું.

પાંપણે  ઊભાં  રહેલા સ્વપ્નને;
આંખ  ભાળી  જાય તો શું પૂછવું.

અટકળોનાં  ટોળેટોળા  સામટા;
થાકી-હાંફી  જાય  તો  શું પૂછવું.

આ વિચારો ઝાંઝવા પી પીને પણ;
તૃપ્તિ  પામી  જાય  તો શું પૂછવું.

હાસ્ય ખોવાયું રમતમાં કોઈ એ-
પાછું  આપી  જાય  તો શું પૂછવું.

રાતરાણીમાં નહાયેલો  પવન;
ગીત  ગાઈ  જાય  તો  શું પૂછવું.

રીસમાં  "નાશાદ" છે સોનલપરી;
એ  જો  માની  જાય તો શું પૂછવું.

         ગુલામ અબ્બાસ "નાશાદ"

No comments:

Post a Comment