અને હા.....
મુકિતને ગાંડપણ નામ આપી શકાય ને?
કારણ તું વિશાળ આકાશનું મુક્ત પંખી છે.....
તને કોઈ ન બાંધી શકે પણ મારે તારી સાથે ઉડવું છે,
તારી ઝડપે...
તને બાંધ્યા વિના...
મારે આકાશનાં વાદળો કાપવા છે તારી સાથે...
વાદળામાં ફોરાંની ભીનાશ માણવી છે તારી સાથે...
મેઘધનુષનાં રંગો નજીકથી જોવા છે તારી સાથે...
ખૂબ ઊંચાઇ પર પહોંચીને પણ મૂળ નહીં ભૂલવાની તારી શીખને અનુસરવું છે...
મુકિતને કંઠસ્થ કરીને જીવવું છે....
અર્ચના
No comments:
Post a Comment