હરરોજ થોડું જીરણ થાતું ભલે ને વસ્તર,
ઈચ્છાને મારી નાખો એનો કહો શું મતલબ !
એને ઉંમરની સાથે શાયદ ન હોય સગપણ,
અમથી જ વાતમાં પણ અટવાઈ જાય સમજણ !
બંનેનો અર્થ એક જ છે તો'ય બાખડે છે,
એકે કહ્યું કે ખાલી,બીજો ધડે છે ભરચક.
ગુમનામ માણસોને વેચી જવાન રાતો,
વળતરમાં મેળવી છે બદનામી સાથ કળતર.
બાજી બગાડવાની કોશિશ કરે છે એ,પણ-
કહી દીધું મે સુરાને કે વ્યર્થ છે આ કરતબ.
હું ઓળખી શક્યો ના સામો મળ્યો છું જ્યારે,
મેં પણ કર્યા છે ખુદમાં લ્યો ફેરફાર ધરખમ.
એથી જ એક પગ પર ઊભો રહ્યો 'જિગર' હું,
વાંધો અચૂક પડશે હું થઈશ જ્યારે પગભર.
-જિગર ફરાદીવાલા
No comments:
Post a Comment