Wednesday, 14 September 2016

અછાંદસ

રાતના પાંચમા
પહોરે 
મારાથી  થોડે  દૂર
પ્રકાશ  નીકળ્યો
વેગવંતો  હતો
એવું  પ્રથમ  નજરે લાગતું હતું
બળી ગયેલા  પાનની
ચેતના
હાથ મસળીને ઉભા રહેલા કરોળીયાની 
ઝાળમાં  ફસાઈને
બહાર નીકળવા
કાગારોળ મચાવે
હું માયકાંગલો
નપૂસંક બનીને  હસતો હસતો
એના રીબાવાના અવાજે
સાંભળતો સાંભળતો
અંગારાની  જાજમ  પાથરું છું.....

              આકાશ

No comments:

Post a Comment