'આવી શકો' (ગઝલ )
કાં તમે મારા ઘરે આવી શકો,
કાં મને ક્યારેક બોલાવી શકો !
આયનાને તો ના જુઠલાવી શકો!
ના તમે ચહેરાને બદલાવી શકો!
વાત જે ખુદ ના સમજ્યા હો તમે,
કોઈને કઈ રીતે સમજાવી શકો ?
એ વરસશે એની ઈચ્છાથી સદા!
મન મુજબ ના એને વરસાવી શકો!
રોજ એ ઉગશે ને આથમશે ભલા!
સૂર્યને ના ક્યારે થંભાવી શકો!
હું તરસથી એવો ટેવાઈ ગયો,
ના હવે થોડું ય તરસાવી શકો !
વ્યકત થઈને રહેશે એ, કંઈ પણ કરો !
પ્રેમને ના સહેજે છૂપાવી શકો!
-હેમંત મદ્રાસી
No comments:
Post a Comment