મીણબત્તી
ગોઠવી છે/વહી રહેલું
આયુષ્ય ઉભું છે કેક ની બાજુ માં
વર્ષો થઇ ને/વર્ષગાંઠ માં આ ગાંઠ શું?/ દરેક ક્ષણે પડે છે ને ઉકેલાતી નથી/
ટેંકર પર બેઠેલા ને કહે છે જિયો હજારોં સાલ/સાલા મશ્કરીઓ કરે છે/આમ તો બધાએ
એજ કર્યું છે/"હમણાં જ યાદ કર્યો,સો વરસ જીવીશ"અલ્યા ટોપા અડધી સદી માં
તો આંટા પડી ગયા/આ ઉપર ના તો બોનસ છે/છેલ્લો વર્લ્ડ કપ છે(કઇ સાલ નો?)/પ્રગટાવો મીણબત્તી ને કાપો કેક/
લાગણીઓ કાપી/આજે કેક છે /કંઈ પણ જોઈએ કાપવાનું/just a part of cultured society/enjoy/સાલો
આ joy પણ બહાર થી આયાત કરવાનો/અંદરથી ના આવે?
સુભાષ દેસાઈ.
No comments:
Post a Comment