બોલો, ખબર છે !
ચાલો, મને શું થાય છે ? બોલો ખબર છે ?
અંદર કશું ઘોળાય છે ! બોલો ખબર છે ?
મોડો વહેલો કે પહેલો ઊગશે સૂરજ અમારો,
આશા ઘણી બંધાય છે ! બોલો ખબર છે ?
બોલો ન બોલો કે રહો અળગા સનમજી,
મૌન મને સમજાય છે ! બોલો ખબર છે ?
આઘો રહી, અળગો રહી, ઓઝલ રહીને,
આ જીવ બહુ પીડાય છે! બોલો ખબર છે ?
આ બે જણા આલાપ થાતાં એક દિલથી,
આ વાત બહુ ચર્ચાય છે! બોલો ખબર છે ?
આલાપ #CM_Sarkaar
No comments:
Post a Comment