Sunday, 11 September 2016

ગઝલ

પથ્થરોમાં   ક્યાંક   તો  પાણી હશે,
માનવીમાં     ક્યાંક  સરવાણી હશે.

વાયકા   જે   લોકમાં  વ્યાપી  ગઈ,
શક્ય  છે  તેં  સૌ પ્રથમ જાણી હશે.

ફૂલને    ડંખો   દીધાં  છે   બાદ માં,
કંટકોએ     ગંધ   પણ  માણી હશે.

છે  સતત  ઉછરી સમજની ગોદમાં,
બોલ,  ઇચ્છા   કેટલી  શાણી હશે !

મન સરોવરનો    પૂછે   છે   હંસલો,
'ક્યારે   આંસુની  ફરી લ્હાણી હશે?'

શ્વાસ  બંદીવાન   જેના  થઇ  ગયાં,
ગંજીપાની    કોઇ   એ   રાણી હશે.

સાવ કાચાં શબ્દ 'આતુર' અવતર્યા,
આ  ગઝલની  કૂખ શું  કાણી હશે !

                               'આતુર'

No comments:

Post a Comment