વાર તહેવારે તમે આમ
મળતા રહેજો!
ખેર કંઈ નહી ખબર અંતર આમ પુછતા રહેજો.
આંખોથી વિશેષ તમને કદી જોયા નથી,
નજર નીચે નમેતો અદાથી આમ હસતા રહેજો.
તાપ લાગે શશીને તારી શીતળતાનો,
બને તો ઝાકળતણી આહ
આમ સાંભળતા રહેજો.
ચરણ ચૂમે ધરાને હું
તાકતો રહયો,
દયા આવે જીભની તો માટીનો સ્વાદ ચખાડતા રહેજો.
આગ લાગે કબરમાં તારા પરીણયની,
શકય હોય તો ચાર આંસૂથી
આમ ઠારતા રહેજો.
નમાજે યાદ કરજોને સાંજે ફરિયાદ કરજો,
પળેપળ તમારી ખબર
આમ આપતા રહેજો.
મરણ બાદ મૂકિત ન મળ્યાનો અફસોસ રહયો,
આનંદ એનો રહયો કે ઘર સામે ઘર આમ બાંધતા રહેજો.
મૂકેશ કાનાણી
No comments:
Post a Comment