Saturday, 22 October 2016

ગઝલ

જીવન સફર ના થાકનો થોડો વિરામ છે,
મારાજ ઘરમાં બેઘડી મારો. મુકામ છે.

આવી મહાલે આંગણે અવસર તણી ઘડી,
મનના તકાજે ગુંજતી આ ધુમધામ છે.

ફરતી જગત ની ભીડમાં હસ્તી ડરી ડરી,
શંકા ભરેલા આજના નાતા તમામ છે.

શરમો.હયાનું નામનું પાલન થતું હવે,
દેખો.સમયની ચાલનો કેવો દમામ છે.

જડતા વધારી આપતા ફતવા સમાજમાં,
સંજોગ સાથે દાબમાં પલતા ઇમામ છે.

સઘળી.હ્રદય ની વેદના રાખે દબાયલી,
કોના ઇશારે આપના હોઠે લગામ છે.

મનને.દબાવી રાખવા કીધા પ્રયાસ પણ,
જાગી ઉઠેલી કામનાઓ બે લગામ છે.

આવી.મળેલા સ્નેહના માસૂમ લગાવની,
ચાહત ભરેલી ભાવનાઓ ને સલામ છે.

                  માસૂમ મોડાસવી

No comments:

Post a Comment